ભરૂચ: જિલ્લાના 906 આંગણવાડી કેન્દ્રોને આકર્ષક આંગણવાડી તરીકે વિકસાવવાનો પ્રોજેકટ, પ્રી સ્કૂલ જેવો અપાયો લુક

પ્રથમ તબક્કામાં 511 કેન્દ્રોમાં કાયાપલટની કામગીરી હાથ ધરાઈ છે. જાળવણી સુનિશ્ચિત રહે તે માટે 464 કેન્દ્રોને વાર્ષિક રૂ. 8,500ની મેઈન્ટેનન્સ ગ્રાન્ટ ફાળવાઈ છે

New Update
Anganwadi
ભરૂચ જિલ્લામાં પોતાના મકાન ધરાવતા કુલ 906 આંગણવાડી કેન્દ્રોને ‘આકર્ષક આંગણવાડી’ તરીકે વિકસાવવા આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 511 કેન્દ્રોમાં કાયાપલટની કામગીરી હાથ ધરાઈ છે. જાળવણી સુનિશ્ચિત રહે તે માટે 464 કેન્દ્રોને વાર્ષિક રૂ. 8,500ની મેઈન્ટેનન્સ ગ્રાન્ટ ફાળવાઈ છે. જેમાંથી 210 કેન્દ્રોમાં કલરકામ, બાલા પેઇન્ટિંગ, વોટરપ્રૂફિંગ અને ગ્રીલ બેસાડવા જેવી કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે 164 કેન્દ્રોમાં કામ પ્રગતિમાં છે.

Anganwadi

જ્યારે મોટા મરામતની જરૂરિયાત ધરાવતા 171 કેન્દ્રો માટે પ્રતિ કેન્દ્ર રૂ. 2 લાખની ગ્રાન્ટ ફાળવાઈ છે. તેમાંથી 134 કેન્દ્રોના કામ પૂર્ણ થયા છે અને બાકીના 37 કેન્દ્રોનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થવાનું છે. ઉપરાંત જિલ્લા કક્ષાએથી TSP ગ્રાન્ટ હેઠળ 130 અને અન્ય ગ્રાન્ટમાંથી 80 આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણનું આયોજન હાથ ધરાયું છે.આકર્ષક પેઇન્ટિંગ્સ, રમતગમતના સાધનો, બેસવાની સુવિધા અને સુધારેલ માળખાને કારણે બાળકો તથા કિશોરીઓમાં આવવાનો ઉત્સાહ વધ્યો છે. સ્વચ્છ અને સલામત વાતાવરણ ઊભું થતા વાલીઓનો વિશ્વાસ પણ મજબૂત બન્યો છે.

Anganwadi

Latest Stories