New Update
અંકલેશ્વરના કાપોદ્રા ગામનો બનાવ
સનવિલા સોસાયટીમાં વિરોધ
સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો
સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો
વીજ કંપનીના કર્મચારીઓને અટકાવ્યા
અંકલેશ્વરના કાપોદ્રા ગામની સનવીલા સોસાયટીમાં વીજ કંપની દ્વારા લગાવવામાં આવેલ સ્માર્ટ મીટરનો રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે કાપોદરા ગામની સન વીલા સોસાયટીમાં વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા ગયા હતા. જો કે સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કરી કર્મચારીઓને મીટર લગાવતા અટકાવ્યા હતા.
જો કે વીજ કંપનીના કર્મચારીઓએ સ્માર્ટ મીટર કોઈ પણ સંજોગોમાં લગાવવા મક્કમ હતા.સોસાયટીના રહીશો જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર ફરજીયાત નથી અને મકાન માલિકની મંજૂરી વગર સ્માર્ટ મીટર લગાવી શકાય નહિ .જો કે કર્મચારીઓએ રહીશોના વિરોધ વચ્ચે મીટર લગાવવાની કામગીરી શરુ કરી હતી.
Latest Stories