અંકલેશ્વર- હાંસોટ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ, એક સપ્તાહના વિરામ બાદ મેઘરાજાનું આગમન

છેલ્લા એક સપ્તાહથી વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી, પરંતુ બપોર બાદ છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે પડેલા ઝાપટાંથી ખેડૂતોને રાહત મળી

New Update
ankleshwar Rainfall
અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. છેલ્લા એક સપ્તાહથી વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી, પરંતુ બપોર બાદ છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે પડેલા ઝાપટાંથી ખેડૂતોને રાહત મળી છે.
સતત પડેલા વિરામને કારણે રોપાણની પ્રક્રિયા અટકી ગઈ હતી અને ભવિષ્યના પાકને લઈને અનિશ્ચિતતા ઉભી થઈ હતી. પરંતુ આજે પડેલા વરસાદે ખેતરોમાં ફરી તાજગી છવાઈ છે. બપોર બાદ વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ગરમી અને ભેજવાળા વાતાવરણ બાદ પડેલા વરસાદે લોકોને રાહત આપી છે.
Latest Stories