ભરૂચ: મહંમદપુરાથી બાયપાસ ચોકડી સુધીના માર્ગનું નવીનીકરણ, પ્રમુખ સહિત હોદ્દેદારોએ કર્યું નિરીક્ષણ

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત વિપક્ષના નેતાઓ તેમજ અન્ય નગર સેવકોએ હાજર રહી માર્ગનું લેવલિંગ સહિત અન્ય વસ્તુનું નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તા યુક્ત બને અને વધુ ટકે તેવી આશા વ્યક્ત કરી

New Update
  • ભરૂચમાં માર્ગનું નવીનીકરણ

  • મહંમદપુરાથી બાયપાસ ચોકડી સુધીના માર્ગનું નિર્માણ

  • પ્રમુખ સહિતના હોદ્દેદારોએ કામગીરીનું કર્યું નિરીક્ષણ

  • કામની ગુણવત્તાની કરી ચકાસણી

  • વિપક્ષના સભ્યો પણ જોડાયા

ભરૂચ ના મોહમ્મદપુરા થી બાયપાસ ચોકડી સુધી ચાલી રહેલા માર્ગને કામગીરીનો નગરસેવા સદનના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી ગુણવત્તા યુક્ત થઈ રહી છે કે કેમ તે અંગેની ચકાસણી કરી હતી
ભરૂચમાં વિકાસના કામો થતા હોય છે અને તેમાંય ગુણવત્તા યુક્ત થાય છે કે કેમ તેની ચકાસણી થવી જરૂરી છે જેના ભાગરૂપે ભરૂર નગરપાલિકા દ્વારા મહંમદપુરાથી બાયપાસ ચોકડી સુધીના માર્ગ પર ચાલી રહેલ રીકાર્પેટીંગના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત વિપક્ષના નેતાઓ તેમજ અન્ય નગર સેવકોએ હાજર રહી માર્ગનું લેવલિંગ સહિત અન્ય વસ્તુનું નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તા યુક્ત બને અને વધુ ટકે તેવી આશા વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના મહંમદપુરાથી બાયપાસ ચોકડી સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વિપક્ષે ઉગ્ર રજૂઆત કરતા નગર સેવા સદન દ્વારા આ માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છેમ જેના ભાગરૂપે કામની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુસર પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા માર્ગના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Latest Stories