-
અંકલેશ્વરથી ભરૂચને જોડતો મહત્વનો માર્ગ
-
જુના નેશનલ હાઇવેનો માર્ગ હતો બિસ્માર
-
માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું
-
ચોમાસા બાદ કરાયુ હતું પેચવર્ક
-
વાહનચાલકોને મળશે રાહત
અંકલેશ્વરથી ભરૂચને જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર હાલતમાં થઈ જતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે આ માર્ગનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. અંકલેશ્વરના સામ્રાજ્ય કોમ્પલેક્ષથી ભરુચ તરફના માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસા બાદ આ માર્ગ બિસ્માર થઈ જતા તેના પર કાર્પેટીંગ કરાયું હતું.
જો કે ત્યારબાદ પણ માર્ગ પર ખાડા પડી જતા અનેક વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરથી ભરૂચ વચ્ચે રોજના સેંકડો વાહન ચાલકો અપ ડાઉન કરે છે જેઓ બિસ્માર માર્ગના કારણે ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા ત્યારે હવે માર્ગની કામગીરી શરૂ કરી દેવામાં આવતા તેઓને અવર-જવર કરવામાં સરળતા રહેશે.