અંકલેશ્વર: ગેલેક્ષી એપાર્ટમેન્ટના રહીશોએ વીજ કંપનીના સ્માર્ટ મીટરનો નોંધાવ્યો વિરોધ

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચ-અંકલેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરને લઈ દુવિધામાં મુકાયા છે

New Update
  • અંકલેશ્વરમાં વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વિરોધ

  • ગેલેક્ષી એપાર્ટમેન્ટના રહીશોએ વિરોધ નોંધાવ્યો

  • વપરાશ કરતા વધુ બિલ આવતું હોવાના આક્ષેપ

  • વીજ કંપનીના કર્મચારીઓ સાથે બોલાચાલી

  • વીજ કંપની મનમાની કરતી હોવાના આક્ષેપ

અંકલેશ્વર શહેરમાં અજમેરી હોસ્પિટલ સામેના ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં વીજ કંપનીના અધિકારી બળજબરી પૂર્વક સ્માર્ટ મિટર લગાવતા સ્થાનિકો વિરોધ નોંધાવ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચ-અંકલેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરને લઈ દુવિધામાં મુકાયા છે.એક તરફ હજારોનું વીજ બિલ ફટકારવામાં આવતું હોવાથી વીજ ગ્રાહકો સ્માર્ટ મીટર લગાવવા માટે તૈયાર નથી.
ત્યારે આજરોજ અંકલેશ્વર શહેરમાં અજમેરી હોસ્પિટલ સામેના ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં વીજ કંપનીના અધિકારીઓ સ્માર્ટ વીજ મીટર લગાવવા આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને  મંજૂરી વગર જ લગાવવામાં આવતા વીજ મીટર નહીં લગાવવા વિરોધ કર્યો હતો.તેવામાં વીજ કંપનીના અધિકારીઓએ પોલીસની ધમકી આપી બળજબરીથી વીજ મીટર લગાવતા હોવાના આક્ષેપ કર્યા હતા.
Latest Stories