ભરૂચ : નંદિની પાર્કના રહીશો દ્વારા કલેકટરને આંતરિક માર્ગને લઈ આવેદન

ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 131 માં આવેલ ધી નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કંપની બસો તેમજ ભારે વાહનો દ્વારા કરવા સામે રહીશો એ વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 131 માં આવેલ ધી નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કંપની બસો તેમજ ભારે વાહનો દ્વારા કરવા સામે રહીશો એ વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 131 માં આવેલ ધી નંદિની પાર્ક સોસાયટીના નિર્માણ બાદ સોસાયટીના સ્થાનિક રહીશો સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કરતાં આવ્યા છે. ત્યાર બાદ બાજુમાં યોગી ટાઉનશિપ સોસાયટીનું નિર્માણ થયેલ રહીશો પણ સદર માર્ગ નો ઉપયોગ કરતાં આવ્યા છે. હાલમાં યોગી ટાઉનશિપ-૨ નું નિર્માણ ચાલી રહ્યું છે. તે સોસાયટીમાં અવર-જવર માટે નંદિની પાર્ક સોસાયટીના માર્ગનો ઉપયોગ કરે છે.

યોગી ટાઉનશિપ-ર ની બાજુ માથી દહેજ બાયપાસ રોડ માર્ગ પસાર થાય છે. દહેજ બાયપાસ માર્ગ પરથી યોગી ટાઉનશિપ તરફ આવવા માટે એક પગદંડી આવેલ છે.સદર પગદંડી નંદિની પાર્ક સોસાયટીના આંતરીક માર્ગ સાથે જોડાયેલો છે.નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ દહેજ બાયપાસથી લીંક રોડના અવર- જવર માટે  મોટા વાહનો, કંપનીની બસો બેફામ રીતે તથા ખૂબ ઝડપી ગતિએ કરતા હોવા તથા ગેરકાયદેસર માલ-સમાન ની હેરફેર ગેરકાયદેસર રીતે થતી હોવાના આક્ષેપ સાથે   રહીશોએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી તે બંધ કરાવવા ની માંગ કરી છે

નંદિની પાર્ક સોસાયટી નો માર્ગ આજુ બાજુ ની સોસાયટીના માર્ગ સાથે જોડીને માર્ગ લીંક રોડ સાથે મળે છે.આ માર્ગનો ઉપયોગ સ્થાનિક સોસાયટીના રહીશો અવર-જવર માટે વર્ષોથી ઉપયોગ કરે છે. જે બાબતે કોઈ તકરાર નથી.પણ છેલ્લા કેટલાક સમયથી  લીંક રોડ અવર-જવર મોટા વાહનો તથા દહેજ કંપનીની બસો તથા ટેમ્પાઓ આ માર્ગનો સતત ઉપયોગ કરતા હાઇવેના રસ્તા મુજબ ઉપયોગ થઈ રહ્યો છે.  જેના કારણે સ્થાનિક રહીશોમાં માર્ગ ઉપર ભય તથા અસલામતી અનુભવે છે.આ અંગે સ્થાનિકો દ્વારા પંચાયત તથા સભ્યઓને વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆત કરવામાં આવેલ  પરંતુ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી. તો આ મુદ્દે રહીશોની લાગણી અમે માંગણી ને ધ્યાને લઇ તે અંગે કાર્યવાહી કરી અહીંથી  બેફામ દોડતા વાહનો ને બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.