New Update
અંકલેશ્વર-વાલિયા રોડ પર કરવામાં આવ્યું આયોજન
રેવા ને તાલે દ્વારા નવરાત્રી મહોત્સવ-2025નું આયોજન
સુંદર થીમ અને વ્યવસ્થાથી સજ્જ નવરાત્રી મહોત્સવ
નવરાત્રી મહોત્સવ હાલ તેના મધ્ય ચરણમાં પહોંચ્યો
ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ મન મુકી ગરબે ઘૂમ્યા
ખેલૈયાઓના પ્રતિસાદ બદલ આયોજકોએ આભાર માન્યો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા રોડ પર રેવા ને તાલે ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ-2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નવરાત્રીના મધ્ય ચરણમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના વાલિયા રોડ પર એપલ પ્લાઝા નજીક આવેલ અવસર પાર્ટી પ્લોટ ખાતે રેવા ને તાલે ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ-2025નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. માઁ જગદંબાની આરાધનાનો પવિત્ર પર્વ આસો નવરાત્રિ હાલ તેના મધ્ય ચરણમાં પહોંચ્યો છે, ત્યારે સુંદર થીમ અને ખૂબ વ્યવસ્થાઓથી સજ્જ ભવ્ય ગરબાના આયોજનમાં જાણીતા ગાયક કલાકારો પોતાના સુમધુર કંઠે ખેલૈયાઓને ગરબાના તાલે ઝૂમાવી રહ્યા છે, જ્યાં પરંપરાગત પરિધાનમાં સજ્જ ખેલૈયાઓ પણ મન મુકીને ગરબે ઘૂમી માઁ જગદંબાની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
જોકે, દર વર્ષની આ વર્ષે પણ રેવાના તાલે નવરાત્રી મહોત્સવ-2025'ના આયોજકો દ્વારા ભવ્ય ડેકોરેશન અને ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સુંદર લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ, સિક્યુરિટી સહિત ખાણીપીણીના સ્ટોલની સુવિધા કરવામાં આવી છે. નવરાત્રી મહોત્સવ હાલ તેના મધ્ય ચરણમાં પહોંચ્યો છે, ત્યારે અંકલેશ્વરની ગરબા પ્રેમી જનતા અને ખેલૈયાઓ તરફથી મળી રહેલા બહોળા પ્રતિસાદ બદલ આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ રેવાના તાલે નવરાત્રી મહોત્સવમાં વધુમાં વધુ લોકોને સહભાગી થવા પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Latest Stories