New Update
અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર બિસ્માર રોડ અને જર્જરિત નાળાને પગલે અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર-રાજપીપળાને જોડતો માર્ગ ચોમાસાની સિઝન શરૂ થતાં જ બિસ્માર બન્યો છે.જેને પગલે આખો માર્ગ ખાડામય બની ગયો છે.ખાડાઓને કારણે વાહન ચાલકો યાતનાઓ વેઠી રહ્યા છે.તેવામાં માર્ગ ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.સાથે રાજપીપળા ચોકડી નજીક કાંસ ઉપરનું નાળુ જર્જરિત બનતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.આ સ્થળેથી સ્કૂલ વાહનો અને ભારે વાહનો પણ પસાર થતાં હોવાની ગમે તે ઘડીએ આ નાળુ બેસી જાય તેવી શક્યતા રહેલી છે.
ત્યારે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
Latest Stories