અંકલેશ્વર: સ્ક્રેપ માર્કેટમાં કેમિકલ યુક્ત બેરલ ધોવાનું કૌભાંડ ઝડપાયું

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ તાપી હોટલની સામેના વિસ્તારમાં B ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીને આધારે રેડ કરી હતી.

New Update
drum

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ તાપી હોટલ સામે કેમિકલ યુક્ત બેરલનું ગેરકાયદેસર રીતે ધોવાણ કરવાનું કૌભાંડ ઝડપાયું હતું,B ડિવિઝન પોલીસ અને જીપીસીબી દ્વારા ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ તાપી હોટલની સામેના વિસ્તારમાં B ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીને આધારે રેડ કરી હતી.પોલીસની રેડમાં પ્લોટ નંબર 38માં કંટામીનેટ બેરલો લાવીને ગેરકાયદેસર રીતે તેને ધોવામાં આવી રહ્યા હોવાનું કૌભાંડ ઝડપાય ગયું હતું.
પોલીસ દ્વારા આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ જાણ કરવામાં આવી હતી,અને GPCBની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવીને જરૂરી સેમ્પલ લઈને પૃથકરણ માટે મોકલી આપ્યા હતા,જ્યારે તપાસ દરમિયાન  કેમિકલ યુક્ત બેરલ ધોવા માટે GPCBની કોઈ પરવાનગી લેવામાં આવી ન હોવાનું પણ જાણવા મળ્યું હતુ. અને ગેરકાયદેસર રીતે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી હતી. B ડિવિઝન પોલીસે હાલ તો ગેરકાયદેસર કેમિકલ યુક્ત બેરલ વોશ કરતા ઈસમ વિરુદ્ધ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986ની કલમ 7,8,15 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.  
Latest Stories