ભરૂચ: શંકર સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો, 16 યુગલોએ પ્રભુતામાં માંડયા ડગ

શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 16 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં આયોજન

  • સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો

  • શંકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું

  • 16 યુગલોએ પ્રભુતામાં માંડ્યા ડગ

શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં 16 યુગલોએ પ્રભુતામાં ડગ માંડયા હતા. ભરૂચના દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં પરમ પૂજ્ય સ્વામી લોકેશાનંદજી મહારાજના આશીર્વાદથી યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 16 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
આ સમૂહ લગ્નોત્સવમાં પ્રમુખ શંકર પટેલ,ઉપ પ્રમુખ ઉર્વેશસિંહ ઠાકુર,મુખ્ય સચિવ મંજુબેન પટેલ,સચિવ કૈલાસબેન પટેલ તેમજ આમંત્રિત મહેમાનો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા.
Latest Stories