અંકલેશ્વર: નાગાલેન્ડના હથિયારના પરવાનાના આધારે બેંકમાં હથિયાર સાથે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડની ધરપકડ

અંકલેશ્વર યુનિયન બેંક ખાતે ફરજ બજાવતા એક હથિયારી સિક્યુરીટી ગાર્ડને ભરૂચ એસ.ઓ.જી. પોલીસે બિનઅધિકૃત રીતે હથિયાર રાખવાના ગુનામાં ઝડપી લીધો....

New Update
weapons
અંકલેશ્વર શહેરના પીરામણ નાકા વિસ્તારમાં આવેલ યુનિયન બેંક ખાતે ફરજ બજાવતા એક હથિયારી સિક્યુરીટી ગાર્ડને ભરૂચ એસ.ઓ.જી. પોલીસે બિનઅધિકૃત રીતે હથિયાર રાખવાના ગુનામાં ઝડપી લીધો છે.
ભરૂચ એસઓજી પોલીસને માહિતી મળી હતી કે અંકલેશ્વરના પીરામણ નાકા પાસે આવેલ યુનિયન બેન્કમાં હથિયારધારી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સુરતના કોસંબાના શશિનાથ આદિત્યનારાયણ તિવારી છેલ્લા એક મહિનાથી નાગાલેન્ડ રાજ્યના હથિયાર પરવાના આધારે નોકરી કરી રહ્યો છે.જે મળેલી માહિતીના આધારે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન શશીનાથ તિવારી પાસેથી નાગાલેન્ડ રાજ્યના દિમાપુર જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ હથિયાર પરવાનો હોવાનુ જણાયુ હતુ.પોલીસે તેની પાસેથી  ૧૨-બોરની સિંગલ બેરલ બ્રીચલોડર બંદુક તથા ૧૦ જીવતા કારતુસ મળી આવ્યા હતા.શશીનાથ તિવારીએ પરવાના આધારે ભરૂચ જિલ્લામાં હથિયાર રાખવા અંગે સ્થાનીક જીલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસ મથકમાં કોઈ નોંધ કરાવેલ ન હોવાનુ ખુલ્યુ હતુ.શશીનાથ  છેલ્લા બે માસથી અંકલેશ્વર યુનિયન બેંકમાં ફરજ બજાવતો હતો. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories