/connect-gujarat/media/media_files/2025/02/06/Yca2bXqpWzmAEEFb8d3g.jpg)
પ્રયાગરાજ મહાકુંભમાંથી દર્શન કીને પરત ફરતા અંકલેશ્વરના શર્મા પરિવારને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મંદસૌર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો,કાર ચાલકને ઝોંકુ આવી જતા કાર પલ્ટી મારી ગઈ હતી,જેમાં પતિ પત્નીના કરુણ મોત નિપજ્યા હતા,જ્યારે તેમના બાળકો સહિત કાર ચાલક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના રાધાકૃષ્ણ ફેબ્રીક એન્જીનીયરીંગના સંચાલક 40 વર્ષીય નરેશ શર્મા તેમના પત્ની મીના શર્મા ઉ.વ.35 તેમજ તેમના બાળકો મયુરી,ધ્રુવી,આયુષ સહિત પરિવારજન આદિત્ય ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં દર્શન માટે ગયા હતા.જ્યાંથી તેઓ પરત ફરીથી વેળાએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે મંદસૌર પાસે શર્મા પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો હતો જેમાં કાર ચાલકને ઝોંકુ આવી જતા કાર પલ્ટી મારી ગઈ હતી.
સર્જાયેલા અકસ્માતમાં નરેશ શર્માનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું,જ્યારે તેમના પત્ની મીના શર્માએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા.અકસ્માતમાં ઘાયલ થયેલાઓમાં દંપતીનો 14 વર્ષનો પુત્ર આયુષ, મયુરી, ધ્રુવી (મયુરીની પુત્રી) અને કાર ચાલક આદિત્યનો સમાવેશ થાય છે. ઘટનાના અંગેની જાણ અંકલેશ્વર પંથકમાં થતા શોકનું મોજું ફરી વળ્યું હતું.