New Update
અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર ખાતે શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા શ્રી કૃષ્ણ સ્વરૂપ એટલે કે ઇસ્કોન મંદિરના વિષય અનુરૂપ ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે,અને ભક્તોમાં મનમોહક વિઘ્નહર્તા દેવની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે.
અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર ખાતે શ્રી માર્કંડેશ્વર મંદિરમાં ગણેશ યુવક મંડળ દ્વારા અંદાજીત છ દાયકાઓથી ગણપતિબાપાનું વિધિવત રીતે સ્થાપન કરીને ગણેશોત્સની ઉજવણી કરવામાં આવે છે,અને દર વર્ષે મનમોહક વિષયને અનુરૂપ મંડપમાં સજાવટ કરીને ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે,ત્યારે વર્તમાન ગણેશોત્સવમાં શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા ઇસ્કોન મંદિરની થીમ પસંદ કરીને ગણેશજીની આકર્ષક પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે,વિઘ્નહર્તા દેવને શ્રી કૃષ્ણ સ્વરૂપ સાથે રાધાજી,ગોપીઓ,ગોવાળીયા,નંદી ઘર સહિતની સજાવટે ગણેશોત્સવમાં ભક્તોમાં વૃંદાવનની છાપ અંકિત કરી છે.
શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળના યુવાનો છેલ્લા 10 - 12 વર્ષથી ઉત્સવની ઉજવણી પર્યાવરણની જાળવણી સાથે કરવાના ધ્યેય સાથે ઇકોફ્રેન્ડલી ગણેશોત્સવની ધર્મભીની ઉજવણી કરી રહ્યા છે,હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા આ યુવાનોએ ગણેશજીને શ્રી કૃષ્ણનું સ્વરૂપ આપીને શ્રીજીના ભક્તોમાં અલાયદી ઓળખ ઉભી કરી છે.અને આકર્ષક ગણેશજીની શ્રી કૃષ્ણ સ્વરૂપ પ્રતિમાની સ્થાપના કરનાર શ્રી માર્કંડેશ્વર યુવક મંડળના સાહસ,મહેનત અને ભક્તિને ભક્તો બિરદાવી રહયા છે.
Latest Stories