ભરૂચ શહેરના શુકુન બંગ્લોઝમાં બે મકાનમાં ચોરીને અંજામ આપતા તસ્કરો,રૂપિયા 2 લાખનો મુદ્દામાલ ચોરી કરી ચોર ફરાર

ભરૂચ શહેરના મુનશી સ્કૂલ નજીક શુકુન બંગ્લોઝમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.

New Update
aa
Advertisment

ભરૂચ શહેરના મુનશી સ્કૂલ નજીક શુકુન બંગ્લોઝમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. અને રૂપિયા 1.95 લાખની માલમતાની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયા હતા.

Advertisment

ભરૂચના બાયપાસ વિસ્તારમાં મુનશી સ્કૂલ નજીક શુકુન બંગ્લોઝ નામની સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં ગતરોજ રાત્રિના તસ્કરો ત્રાટકી બે મકાનોને નિશાન બનાવ્યા હતા.જેમાં સુકુન બંગ્લોઝના મકાન નંબર 85માં રહેતા ઈમ્તિયાઝ અહેમદ મન્સુરીના મકાનને નિશાન બનાવી તેમના ઘરમાં રહેલા ચાંદીના દાગીના સોનાની વીંટી,અછોડો,રોકડા રૂપિયા સહિત રૂપિયા 1.45 લાખની ચોરી થઈ હતી.જ્યારે મકાન નંબર 86 માંથી રૂપિયા 50 હજારની ચોરી થઈ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.આમ બે મકાનમાં ચોરી કરીને ચોર રૂપિયા 1.95 લાખની માલમત્તા પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા.

સર્જાયેલી ચોરીની ઘટના અંગે પોલીસ મથકમાં અરજીરૂપે ફરિયાદ આપવામાં  આવી હતી,જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. 

Latest Stories