New Update
-
અંકલેશ્વરમાં તસ્કરો ત્રાટકયા
-
ગડખોલના વેલકમ નગરમાં ચોરી
-
બંધ મકાનને બનાવાયું નિશાન
-
સોના ચાંદીના દાગી આની ચોરી
-
બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ વેલકમ નગર સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ વેલકમ નગર સોસાયટીમાં ફ્લેટમાં રહેતા જીગ્નેશભાઈ નોકરીએ ગયા હતા અને તેમના બાળકો શાળાએ અભ્યાસ અર્થે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને અંદરથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મોડી સાંજે બાળકો શાળાએથી પરત ફરતા ચોરી અંગેની જાણ થઈ હતી જેના પગલે જીગ્નેશ ભાઈ પણ દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories