અંકલેશ્વર : કલકત્તા રેપ વિથ મર્ડર કેસના આરોપીઓને સામુહિક ફાંસીની સજા અપાય તેવી સામાજિક સંસ્થાઓની માંગ…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.  

New Update

કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલાના ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ

કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે. જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આ ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજાય હતી. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. આ સાથે જ ક્રૂર ઘટના બાબતે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતોઅને ઘટનામાં જવાબદાર લોકોને સામુહિક ફાંસીની સજા આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી.

Latest Stories