ભરૂચ: આમોદમાં રખડતા શ્વાનનો ત્રાસ, 3 બાળકો પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી

આમોદ નગરના મહંમદી મસ્જિદ પાછળના વિસ્તારમાં રખડતા શ્વાનોએ અચાનક ત્રણ નાનાં બાળકો પર હુમલો કર્યો હતો.આ હુમલામાં બાળકોને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી

New Update
  • ભરૂચના આમોદનો બનાવ

  • રખડતા શ્વાનોનો આતંક

  • 3 બાળકો પર કર્યો હુમલો

  • ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે ખસેડાયા

  • લોકોએ નગરપાલિકા પર કરી રજુઆત

ભરૂચના આમોદ નગરમાં રખડતા શ્વાનોએ 3 બાળકો પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચના આમોદ નગરમાં રખડતા શ્વાનોના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આમોદ નગરના મહંમદી મસ્જિદ પાછળના વિસ્તારમાં રખડતા શ્વાનોએ અચાનક ત્રણ નાનાં બાળકો પર હુમલો કર્યો હતો.આ હુમલામાં બાળકોને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
ઘટના બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાળકો પર થયેલા હુમલા બાદ માતા-પિતામાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યા છે.
સ્થાનિક રહેવાસીઓએ વારંવાર રખડતા શ્વાનોની સમસ્યા અંગે તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આજે ગંભીર ઘટના બની હોવાનું જણાવ્યું છે. લોકો દ્વારા નગરપાલિકાને તાત્કાલિક રખડતા શ્વાનો પકડવા અને યોગ્ય પગલાં લેવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.હવે જોવું રહ્યું કે નગરપાલિકા અને સંબંધિત તંત્ર આ મામલે કેટલી ઝડપથી પગલાં ભરે છે.
Latest Stories