અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ,ગામમાં આવેલ પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓને વન ભોજન કરવામાં આવ્યું હતુ. અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ, ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કિરણબેન પેટેલના જણાવ્યા અનુસાર શાળાના બાળકોને દર વર્ષે પ્રાકૃતિક જગ્યાએ લઈ જવામાં આવે છે.
આજરોજ જૂના બોરભાઠા ગામમાં આવેલ ગુજરાત ગવર્મેન્ટ અને ગુજરાત સીટીઝન કાઉન્સિલ દ્વારા આકાર પામેલ રેવા અરણ્યની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા,અને ત્યાં રેવા અરણ્યમાં જાત જાતના ફૂલ છોડ તેમજ જીવન ઉપયોગી ઔષધિઓનો પરિચય કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ બાળકોને સંગીત ના તાલે ગરબા રમાડવામાં આવ્યા હતા.તેમજ વન ભોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગનો શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક લુફ્ત ઉઠાવીને ખુશી વ્યક્ત કરી હતી.