New Update
સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ વોલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ અંકલેશ્વરની સંસ્કાર દીપ વિદ્યાલયની અંડર-14 અને અંડર-17ની ટીમ ઝળકી શાળાનું નામ રોશન કર્યું હતું
તાજેતરમાં સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઇ હતી જેમાં વિવિધ શાળાની 32 ટીમોએ ભાગ લીધો હતો.જે સ્પર્ધામાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયની અંડર-14 ભાઈઓ અને બહેનો તેમજ અંડર-17 ભાઈઓ અને બહેનોની ટીમોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં અંડર-૧૪ ભાઈઓની ટીમ પ્રથમ ક્રમ,અંડર-૧૭ બહેનો ટીમ દ્વિતીય ક્રમ તો ભાઈઓની ટીમ તૃતીય ક્રમ હાંસલ કરતાં શાળા પરિવાર દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
Latest Stories