અંકલેશ્વર-ભરૂચ I.T.એસો. ના નવા હોદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ યોજાયો !

અંકલેશ્વર ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી આઇ.ટી. એસોસિએશન કાર્યરત છે ત્યારે આ એસોસિએશનના વર્ષ 2025- 27ની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • અંકલેશ્વર-ભરૂચ IT એસો.ના હોદ્દેદારોની વરણી

  • હોદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ યોજાયો

  • નવા પ્રમુખ તરીકે મુબિન મુલ્લાની વરણી

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર ભરૂચ આઈ ટી એસોસિએશનના વર્ષ 2025 -27ના નવા પ્રમુખ અને તેમની ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.
અંકલેશ્વર ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી આઇ.ટી. એસોસિએશન કાર્યરત છે ત્યારે આ એસોસિએશનના વર્ષ 2025- 27ની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે ભરૂચ અંકલેશ્વર આઇટી એસોસિએશનના નવા પ્રમુખ તરીકે મુબિન મુલ્લાએ શપથ ગ્રહણ કર્યા હતા.આ પ્રસંગે આઇ.ટી એસોસિએશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મનીષ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો વર્ષ 2023 25ના પ્રમુખ તીર્થેશ શાહ અને સેક્રેટરી હાર્દિક મિસ્ત્રીએ નવા પ્રમુખ અને તેમની ટીમને શુભકામના પાઠવી હતી.
Read the Next Article

ભરૂચ : પાલેજ પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઇસમની કરી ધરપકડ,એક વોન્ટેડ

ભરૂચની પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીને બાતમી મળી હતી કે પાલેજ નવીનગરી ખાતે રહેતો આરીફ આદમભાઇ પટેલ  પંચવટી હોટલના ગ્રાઉન્ડમાં પોતાના

New Update
-p-Two-arrested-for-betting-on-IPL-match--p-_1743103086441
ભરૂચની પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીને બાતમી મળી હતી કે પાલેજ નવીનગરી ખાતે રહેતો આરીફ આદમભાઇ પટેલ  પંચવટી હોટલના ગ્રાઉન્ડમાં પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ દુબઇ ખાતે રમાઇ રહેલ ડેઝર્ટ વાઇપર્સ તથા દુબઇ કેપિટલ્સની વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોન દ્રારા સટ્ટા બેંટીંગનો હારજીતનો જુગાર રમી રમાડે છે.
જે બાતમી આધારે દરોડા પાડતા આરીફ પટેલને ઝડપી પાડ્યો હતો.પોલીસે સ્થળ પરથી રૂ.21,450નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે શહેદાજ પટેલ રહે. પાલેજને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.