ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ ઉજવાયો

રાજ્યના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગના માર્ગદર્શન હેઠળ હાંસોટના ઇલાવ ગામ સ્થિત આર.કે. વકિલ હાઈસ્કૂલમાં 58મા તાલુકા કક્ષાના યુવા ઉત્સવનો રંગારંગ પ્રારંભ થયો

New Update
  • ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આયોજન

  • આર.કે.વકીલ હાઈસ્કૂલમાં આયોજન કરાયું

  • તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ ઉજવાયો

  • 132 સ્પર્ધકોએ લીધો ભાગ, આગેવાનોએ આપી હાજરી

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાના 58માં યુવા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 10 શાળાના 132 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
રાજ્યના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગના માર્ગદર્શન હેઠળ હાંસોટના ઇલાવ ગામ સ્થિત આર.કે. વકિલ હાઈસ્કૂલમાં 58મા તાલુકા કક્ષાના યુવા ઉત્સવનો રંગારંગ પ્રારંભ થયો. વિવિધ કલાત્મક અને સાહિત્યિક સ્પર્ધાઓ સાથે યોજાયેલ આ ઉત્સવમાં તાલુકાની કુલ 10 શાળાના 132 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત સામાજિક આગેવાન વનરાજસિંહ પટેલ, એપીએમસીના ચેરમેન અનંત પટેલ, તાલુકા ભાજપના મહામંત્રી જીગ્નેશ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ,ગામના સરપંચ નિશા રાઠોડ, ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ, આદર્શ કેળવણી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય ધર્મેશ જોશી અને પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
વિદ્યાર્થીઓએ ભજન, નિબંધ, વક્તૃત્વ, લોકગીત, વેસ્ટમાંથી બેસ્ટ અને સમૂહ ગીત જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
Latest Stories