New Update
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળી સફળતા
વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો
નેશનલ હાઇવે પરથી ઝડપાયો ટેમ્પો
રૂ.28 લાખનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે 48 પર સહયોગ હોટલ પાસેથી દ્રમ અને બોક્ષની આડમાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂ ભરેલ આઇસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બંધ બોડીનો આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ચાલક સુરતથી અમદાવાદ તરફ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે હાઇવે ઉપર આવેલ સહયોગ હોટલ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા ડ્રમ અને બોક્ષની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 7680 નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે 18.16 લાખનો દારૂ અને આઇસર ટેમ્પો મળી કુલ 28.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરી મહારાષ્ટ્રના ગાવલાવના ખાતે રહેતો અજય મદન વાનખડેને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories