“તેરા તુજકો અર્પણ” : રૂ. 2.56 લાખનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી ભરૂચની જંબુસર પોલીસ...

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અભિયાન

  • ચોરી અને ગુમ થયેલ મુદ્દામાલ શોધી લેવામાં આવ્યા

  • જંબુસર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાય

  • રૂ. 2.56 લાખનો મુદ્દામાલ શોધી મૂળ માલીકોને સુપ્રત

  • લોકોએ પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

ભરૂચ જિલ્લાની જંબુસર પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 2.56 લાખનો મુદ્દામાલ શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે PI વી.કે.ભૂતિયાના માર્ગદર્શન હેઠળ PSI  જે.એસ.પરમારની ઉપસ્થિતિમાં "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ હેઠળ ચોરી અથવા ગુમ થયેલ રૂ. 2.56 લાખનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. જેમાં 2 મોટરસાયકલ જેની અંદાજિત કિંમત રૂ. 1.30 લાખરૂ. 1.26 લાખના 7 નંગ મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કેમૂળ માલિકોને ગુમ અથવા ચોરી થયેલી મોટરસાયકલ અને મોબાઇલ ફોન પરત મળતા આભાર માની જંબુસર પોલીસની કામગીરીને બિરદાવી હતી.

Latest Stories