અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા 37 કી.મી.ના માર્ગનું રૂ.50 કરોડના ખર્ચે નવનિકરણ, ખાતર્મુહુત કરાયુ

અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા માર્ગની કામગીરીનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં  ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું

New Update
Advertisment
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર

  • બિસ્માર માર્ગના કારણે વાહનચાલકો પરેશાન

  • માર્ગનું કરવામાં આવશે નવીનીકરણ

  • સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયુ ખાતમુર્હુત

  • રૂ.50 કરોડના ખર્ચે બનશે માર્ગ

Advertisment
અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા માર્ગની કામગીરીનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં  ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતો માર્ગ ચોમાસાની સીઝનમાં અત્યંત બિસ્માર બન્યો ત્યારે 37 કિલોમીટરના માર્ગના સમારકામ માટે રૂપિયા 50 કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજુર કરવામાં આવ્યુ છે અત્યંત મહત્વના આ માર્ગનું આજરોજ વાલિયાની રામેશ્વર સોસાયટી પાસે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.આ ખાતમુહુર્તમાં જીલ્લા ભાજપ પ્રમુખ મારુતીસિંહ અટોદરીયા,જીલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા,તલોદરા ગામના આગેવાન દિનેશ વસાવા,નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુદાબેન વસાવા,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા,ગામના સરપંચ સોમીબેન વસાવા સહીત ભાજપના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આવનારા 3-4  મહિનામાં માર્ગના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવશે ત્યારે વાહનચાલકોને પણ રાહત મળશે
Latest Stories