ઝઘડિયા : કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા નદી પર અશા - માલસર બ્રિજ તો બન્યો પણ તેને જોડતો રસ્તો અત્યંત બિસ્માર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડીયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે...

New Update
  • ઝઘડિયામાં વિકાસની સાથે અસુવિધા

  • માલસર બ્રિજને જોડતો માર્ગ  બિસ્માર

  • 233 કરોડના ખર્ચે બ્રિજનું કરાયું છે નિર્માણ

  • તંત્ર બ્રિજને જોડતો માર્ગ બનાવવાનું ભૂલી ગયું

  • ખખડધજ રસ્તાને પગલે ગ્રામજનોમાં આક્રોશ 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડીયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.એક તરફ વિકાસ છે તો બીજી બાજુ અસુવિધા હોવાનો આક્રોશ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડીયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આશરે રૂપિયા 233 કરોડના ખર્ચે નર્મદા નદી પર અશા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઇ-લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરાયું હતું.

બ્રિજને જનતા માટે ખુલ્લો મુકાયાને પણ મહિના વિતીગયા છતાં હજુ ઉમલ્લા તરફથી બ્રિજને જોડતા મુખ્ય માર્ગ પર જવાબદાર તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથીનર્મદા જિલ્લા સ્ટેટ હાઇવે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું આ રસ્તો પંચાયત હસ્તક હતો અને હવે સ્ટેટ હાઈવેમાં તબદીલ કરવામાં આવ્યો છે.જેથી વહેલી તકે માર્ગનું કામ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Latest Stories