અંકલેશ્વર-પાનોલીની 5 કંપનીઓને ક્લોઝરથી ઉદ્યોગ આલમમાં ખળભળાટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતના પાંચ ઉદ્યોગોને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર ફટકારવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતના પાંચ ઉદ્યોગોને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર ફટકારવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.

અંકલેશ્વર પાનોલી ઉદ્યોગ નગરીમાં વરસાદની ઋતુમાં પ્રદૂષણની માત્રામાં વધારો જોવા મળ્યો હતો,વરસાદી કાંસમાં પણ ઔદ્યોગિક પ્રદુષણ પાણી વહેતુ હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.જોકે GPCB દ્વારા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે લાલ આંખ કરવામાં આવી હતી, અંકલેશ્વરની ગણેશ રેમેડીઝ,બોની કેમિકલ,વિહિતા કેમ-2 અને શ્રી સલ્ફયુરિક કંપની તેમજ પાનોલી જીઆઇડીસીની બજાજ હેલ્થકેર કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી.જીપીસીબીની કાર્યવાહીના પગલે પ્રદુષણ ઓકતા ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો હતો.   
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયા દ્વારા ટેલિફોનિક વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે ઉદ્યોગ વસાહતમાં પ્રદૂષણ પર કંટ્રોલ લાવવા માટે પ્રિ મોન્સૂન અવરનેસ પ્રોગ્રામ દ્વારા જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે.ઉપરાંત ઉદ્યોગોને વરસાદી કાંસ તેમજ ખુલ્લી ગટરમાં પ્રદુષિત પાણી ન છોડવા માટે સૂચના આપવામાં આવે છે.અને પ્રદૂષણ ન ફેલાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે.  
Latest Stories