ભરૂચમાં ખરાબ રસ્તા મુદ્દે કોર્ટે R & B ડિપાર્ટમેન્ટને કારણદર્શક નોટિસ ફટકારી જવાબ માંગ્યો

ભરૂચ શહેર તથા જિલ્લામાં વરસાદી મોસમની શરૂઆત થતાંની સાથે જ તમામ રોડ-રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે, 

New Update
a

ભરૂચ શહેર તથા જિલ્લામાં વરસાદી મોસમની શરૂઆત થતાંની સાથે જ તમામ રોડ-રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છેઅને દિનપ્રતિદિન બિસ્માર બનતા માર્ગના પરિણામે ટ્રાફિકજામની સમસ્યા તેમજ વાહનોમાં નુકસાન થવાની ઘટનાઓ બની રહી છે.

અંકલેશ્વરમાં પણ તમામ મુખ્ય રસ્તાઓ બિસ્માર બન્યા છે.જે અંગે અંકલેશ્વરના પૂર્વ જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ અને એડવોકેટ સજ્જાદ કાદરી દ્વારા ભરૂચ સિવિલ કોર્ટમાં જાહેરહિતનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો.

એડવોકેટ કાદરીએ રાજ્યના રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની વિવિધ કચેરીઓ સામે દાવો દાખલ કર્યો હતો.જે અંગે દીવાની કોર્ટ દ્વારા રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની કચેરીઓને કારણ દર્શક નોટિસ ફટકારી છે,અને તારીખ 19મી ઓક્ટોબર 2024ના રોજ જવાબ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે.આ જાહેરહિતના દવામાં સજ્જાદહુસેન કાદરી તરફે એડવોકેટ એ.જી.લાંગીયા દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી.  

Latest Stories