વાગરાની ગ્રીનપાર્ક સોસાયટીમાં હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલાયો,આરોપીની પોલીસે કરી ધરપકડ

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા ગલેન્ડા ગામની ગ્રીન પાર્ક સોસાયટીમાં મોબાઈલ જોઈ રહેલા ઈસમ પાસે તેની સામે રહેતા પાડોશીએ મોબાઈલ જોવા માંગ્યો હતો.

New Update
a
Advertisment

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા ગલેન્ડા ગામની ગ્રીન પાર્ક સોસાયટીમાં મોબાઈલ જોઈ રહેલા ઈસમ પાસે તેની સામે રહેતા પાડોશીએ મોબાઈલ જોવા માંગ્યો હતો. પરંતુ તે ઈસમે મોબાઈલ નહિ આપતા સામે રહેતા પાડોશીએ તે વ્યક્તિની છાતીમાં ચાકુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો.આ મામલે દહેજ પોલીસે ગુનો નોંધીને આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયો છે.

Advertisment
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગલેન્ડા ગામની સીમમાં ચાલતા બજરંગ એન્ટરપ્રાઈઝ કોન્ટ્રાક્ટમાં કામ કરતો રાજસ્થાનનો 28 વર્ષીય કીરોડીલાલ રામપ્રસાદ મીણા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો હતો.તારીખ  25મી ઓકટોબરના રોજ રાત્રીના સમયે કીરોડીલાલ રામપ્રસાદ મીણા પોતાની રૂમમાં મોબાઈલ જોઈ રહ્યો હતો.આ સમયે તેની સામે રહેતા રવિ પપ્પુરામ બૈરવાનાઓ તેની પાસે મોબાઈલ જોવા માંગ્યો હતો.પરંતુ કિરોડીલાલે મોબાઈલ નહિ આપતા બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા રવીએ તેની પાસેના ચપ્પુ વડે કીરોડીલાલની છાતી પર ઘા ઝીંકી ભાગી ગયો હતો.

ચાકુના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કિરોડીલાલને 108 મારફતે પ્રથમ વાગરા CHC ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, અને ત્યાંથી ડોક્ટરે વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ રીફર કર્યો હતો.જ્યાં સારવાર દરમિયાન હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.જે અનુસંધાને દહેજ પોલીસ મથકમાં ભારતીય નાગરીક સંહિતા તથા ગુજરાત પોલીસ એકટ સંલગ્ન કલમો મુજબ ખુનનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા હતા.ગુનાની ગંભીરતાને લઈને દહેજ પીઆઈ એચ.બી. ઝાલા અને પીએસઆઈ સાથે સર્વેલન્સ સ્ટાફની ટીમ બનાવી અલગ અલગ દિશાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા.અને પોલીસે આરોપી રવિ પપ્પુરામ બૈરવાનાઓની અટાલી ગામ નજીકથી ધરપકડ કરી હતી.
Latest Stories