અંકલેશ્વરના વિઘ્નહર્તાની ભવ્ય આગમન યાત્રા, જોગર્સ પાર્કથી એપલ પ્લાઝા સુધીની યાત્રામાં માનવ મહેરામણ ઉમટયું

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયાના વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રા અને મુખ દર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
gnpti
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • શ્રીજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન

  • વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા આયોજન

  • ડી.જે.ના તાલ અને આતાશબાજી સાથે ભવ્ય યાત્રા

  • મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયાના વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રા અને મુખ દર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
દુંદાળા દેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા સ્થિત વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ અટલજી જોગર્સ પાર્કથી સરદાર પાર્ક અને કાપોદ્રા પાટીયા સ્થિત એપલ પ્લાઝા સુધી ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી,આગેવાન પરેશ પટેલ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ડીજેના તાલ અને ભવ્ય આતાશબાજી સાથે અંકલેશ્વરના વિઘ્નહર્તાનું આગમન કરવામાં આવ્યું હતું.
Latest Stories