ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ બન્યો પિકનીક પોઇન્ટ

ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પ્રજાના દિવસોમાં જાણી પિકનિક પોઇન્ટ બની ગયો છે.મોટી સંખ્યામાં લોકો ગોલ્ડન બ્રિજ પર લટાર મારવા આવે છે અને સેલ્ફી પણ લઈ રહ્યા છે.

New Update

ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પ્રજાના દિવસોમાં જાણી પિકનિક પોઇન્ટ બની ગયો છે.મોટી સંખ્યામાં લોકો ગોલ્ડન બ્રિજ પર લટાર મારવા આવે છે અને સેલ્ફી પણ લઈ રહ્યા છે.

ભરૂચની ઓળખ સમાન ગોલ્ડન બ્રિજ હવે પિકનિક પોઈન્ટ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે.નર્મદા મૈયા બ્રીજના નિર્માણ બાદ ગોલ્ડન બ્રિજને તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને આ માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે રવિવાર સહિતની રજાના દિવસોમાં લોકો લટાર મારવા ગોલ્ડન બ્રિજ પર આવી રહ્યા છે અને સેલ્ફી લઈ રહ્યા છે. આ સાથે જ બ્રિજની બન્ને તરફ વાહનોનો ખડકલો પણ જોવા મળે છે.

ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર છેડે ખાણીપીણીના સ્ટોલ હોવાના કારણે લોકોનો ધસારો વધુ રહે છે જેના કારણે વાહનોની કતાર લાગતા અંકલેશ્વર તરફ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને બોરભાઠા બેટ ગામ તરફ જવાનો માર્ગ બંધ થઈ જાય છે જેના પગલે ગ્રામજનોએ આ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરી છે. આ તરફ મોટી સંખ્યામાં લોકો ગોલ્ડન બ્રિજ પર જતા હોવાથી બ્રિજ પર પણ સુરક્ષાને સલામતીના પગલાં તંત્ર દ્વારા ભરવામાં આવે એવી પણ લોકમાંગ ઉઠી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે.
Latest Stories