અંકલેશ્વર : બોઈદ્રાની સીમમાં ચાલતી ખાવડા-નવસારી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરીને અસરગ્રસ્ત ખેડૂતોએ બંધ કરાવી.!

અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હોવા છતાં, ખેડૂતોને જાણ કર્યા વિના પાવરગ્રીડ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આગળ ધપાવી રહ્યું છે.

New Update
  • બોઈદ્રાની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી

  • બોઈદ્રા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ નોંધાવ્યો કામગીરીનો વિરોધ

  • વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરીને ખેડૂતોએ બંધ કરાવી

  • અગાઉ વાંધા અરજીઓ રજૂ કરી હોવા છતાં કામગીરી યથાવત

  • વરતળ ન મળે ત્યાં સુધી કામ કરવા દેવામાં આવશે નહીં : ખેડૂત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરીને ખેડૂતોએ બંધ કરાવી વળતર ચૂકવવા માંગ કરી હતી.

કચ્છના ખાવડાથી નવસારી સુધી ચાલતી 765/440 KV વીજ ટ્રાન્સમિશન લાઈન કામગીરી વિવાદમાં આવી છે. દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઈન સામે અસરગ્રસ્ત ખેડૂતોએ મોરચો માંડ્યો છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામના ખેડૂતોએ પણ આ કામગીરીને બંધ કરાવી વળતર ચૂકવવા માંગ કરી છે. અગાઉ અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હોવા છતાંખેડૂતોને જાણ કર્યા વિના પાવરગ્રીડ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આગળ ધપાવી રહ્યું છે.

આ પરિસ્થિતિમાં ખેડૂતો આંદોલનની રણનીતિ ઘડવા સીમ વિસ્તારમાં એકઠા થયા હતાજ્યાં પાવરગ્રીડ કોર્પોરેશન વળતર ચૂકવ્યા વગર કામગીરી કરી રહ્યું હોવાનો અસરગ્રસ્ત ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીંવળતર મળે નહીં ત્યાં સુધી કામગીરી અટકાવવાનો તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ નિર્ધાર વ્યક્ત કર્યો છે.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.