અંકલેશ્વર: જલારામ નગરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો આવશે અંત, રૂ.19 લાખના ખર્ચે બનશે ઇન્ટેકવેલ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર એકમાં આવેલા જલારામ નગરમાં રૂપિયા ૧૯ લાખના ખર્ચે ઇન્ટેકવેલનું નિર્માણ કરવામાં આવશે જેની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદનની કામગીરી

  • જલારામ નગરમાં બનશે ઇન્ટેકવેલ

  • રૂ.19 લાખનો કરવામાં આવશે ખર્ચ

  • વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો આવશે અંત

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે નગર સેવાસદનના વોર્ડ નંબર 1માં આવેલ જલારામ નગરમાં ઇન્ટેકવેલની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

રૂપિયા 19.58 લાખના ખર્ચે જલારામ નગરમાં ઇન્ટેકવેલનું નિર્માણ થશે જેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી રહીશોને મુક્તિ મળશે. વર્ષોથી જલારામ નગર અને તેની આસપાસ વરસાદી પાણી ભરાઈ જવાથી રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હતો ત્યારે નગર સેવાસદન દ્વારા સ્થાનિકોની રજૂઆત સાંભળી અને ઇન્ટેકવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Latest Stories