ભરૂચમાં નંદેલાવથી સ્ટેશનને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી

ભરૂચમાં નંદેલાવથી સ્ટેશન રોડને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે.જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

New Update
aa

ભરૂચમાં નંદેલાવથી સ્ટેશન રોડને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે.જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. માર્ગ પર મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને આર્થિક નુક્શાની સાથે શારીરિક યાતનાઓ પણ થઈ રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

વરસાદી માહોલમાં ભરૂચ જિલ્લામાં અનેક માર્ગો ધોવાઈ જતા મસમોટા ખાડાઓ પડી જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ભરૂચ શહેર જિલ્લાઓમાં પડેલા ખાડાઓએ લોકોની કમર તોડી નાખી છે.ભરૂચના નંદેલાવ ચોકડીથી રેલવે સ્ટેશનને જોડતો વચ્ચેનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે.આ માર્ગ પર પડેલા મસ મોટા ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

આ માર્ગ પર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકોને વાહનોમાં નુકસાની થઇ રહી છે,તો કેટલાય લોકો ખરાબ રસ્તાના કારણે પડી જવાથી શારીરિક યાતનાઓ વેઠી રહ્યા છે.પરંતુ આ માર્ગ પર ખાડા પુરવા પણ કોઈ તૈયાર નથી.જેથી આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.ત્યારે હાલમાં જ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી.જેમાં જિલ્લામાં પડેલા ખાડાઓ પુરવા અથવા ખાડાનું લેવલીંગની  કામગીરી ઝડપથી કરવા આદેશ આપ્યા હતા.પરંતુ તેમ છતાં આ માર્ગ પર કોઈ પણ પ્રકારની કામગીરી નહિ કરવામાં આવતા લોકોમાં છૂપો આક્રોશ ફેલાઈ રહ્યો છે.આગામી દિવસોમાં દિવાળી અને નવા વર્ષના તહેવારો આવતા હોય તંત્ર દ્વારા આ માર્ગના માત્ર ખાડાઓ પુરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Latest Stories