ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રાજપારડી થી અવિધાને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો

વરસાદના કારણે ભૂંડવા ખાડીમાં પાણીનો પ્રવાહ વધી જતા રાજપારડી ગામ થી અવિધા ને જોડતા માર્ગ પર આવેલ નાળા પર પાણી ફરી વળ્યુ  હતું. જેના કારણે આ રસ્તો બંધ થયો

New Update
Jhagadi
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામથી અવિધા ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા રસ્તા પર વાહન વ્યવહાર બંધ થઇ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદના કારણે ભૂંડવા ખાડીમાં પાણીનો પ્રવાહ વધી જતા રાજપારડી ગામ થી અવિધા ને જોડતા માર્ગ પર આવેલ નાળા પર પાણી ફરી વળ્યુ  હતું. જેના કારણે આ રસ્તો બંધ થઈ જતા અવિધા અને  રાજપાડી વચ્ચેનો સંપર્ક તૂટ્યો હતો.
rajpardi
અને લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જીવના જોખમે કોઈ વ્યક્તિ આ રસ્તા પરથી પસાર ના થાય તે માટે રાજપારડી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Latest Stories