New Update
ભરૂચમાં સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન
સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ
શ્રવણ ચોકડીથી ગેઇલ ટાઉનશિપનો માર્ગ બિસ્માર
આપ દ્વારા સ્થાનિકોને ટેકો જાહેર કરાયો
પ્રશ્નના નિકરાકરણની કરાય માંગ
ભરૂચની શ્રવણ ચોકડી થી ગેઇલ ટાઉનશીપ સુધી આવેલ 15 થી 20 સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવે આજરોજ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચ શહેરની શ્રવણ ચોકડી થી ગેલ ટાઉનશીપ સુધી 20 થી વધુ સોસાયટીઓ આવેલી છે આ સોસાયટીઓમાં જવાનો એપ્રોચ રોડ છેલ્લા ઘણા સમયથી બધી બિસ્માર હાલતમાં થઈ ગયો છે. ઉપરાંત ડ્રેનેજ લાઈન છેલ્લા 15 દિવસથી તૂટી ગઈ હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા જેના પરિણામે રસ્તો જોખમી બન્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાની રજૂઆત કરાઈ છે.
આજરોજ આ તમામ સોસાયટીઓના રહીશોએ એકત્રિત થઈને તંત્ર સામે હલ્લાબોલ કર્યો હતો અને વહેલી તકે જે માર્ગ પાસ થઈ ગયો છે તેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી. સ્થાનિક રહેશોએ આક્ષેપ કર્યા હતા કે આ માર્ગ પરથી પસાર થતી વખતે લોકોને અનેક શારીરિક તકલીફ અને ધૂળની ડમરીઓના કારણે શ્વાસની તકલીફો પણ ઉભી થઈ છે.સ્થાનિકોની રજૂઆતને ભરૂચ આમ આદમી પાર્ટી એ પણ પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જો આ કામગીરી વહેલી તકે નહીં પતે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
Latest Stories