ભરૂચ જિલ્લામાં વાહન ચાલકોનોઅમૂલ્ય સમયમાર્ગ પર ટ્રાફિકમાં જપસાર થઇ રહ્યો છે, સવાર અને સાંજના પીક અવર્સમાં ઠેર ઠેર ચક્કાજામથી વાહનોની લાંબી કતારો લાગી જાય છે,પોલીસતંત્ર માટે પણ ટ્રાફિકનો પ્રશ્ન પડકારજનક બની ગયો છે.
ભરૂચમાં સવાર પડતાની સાથે જ લોકો પોતાના કામકાજમાં જોતરાવામાટેઘરેથી નીકળતા હોય છે, ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં કામ અર્થે નીકળતા લોકોએ ટ્રાફિકને ભેદીને પોતાના નિશ્ચિત સ્થળેસમયસરપહોંચવું પડે છે,ભરૂચ શહેરનીવાત કરીએ તો શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી,ABC ચોકડી,શ્રવણ ચોકડી તેમજ શહેરી વિસ્તારમાં મહમદપુરા રોડસહિતના વિસ્તારોમાંટ્રાફિકની સમસ્યાઓદિન પ્રતિદિન શિરદર્દ બની રહી છે. ટ્રાફિક ઝોનનામાર્ગપર જોઈએ તો પોલીસ પણ આ કોયડો ઉકેલવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે,પરંતુ પોલીસ માટે પણ ટ્રાફિક પડકારજનક બની રહ્યો છે.
બીજી તરફ અંકલેશ્વરમાં પણ મહાવીર ટર્નીંગ,રાજપીપળાચોકડી,વાલિયા ચોકડી તેમજ શહેર વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક પેચીદો બની રહ્યો છે.મોટા ભાગના વિસ્તારમાં ટ્રાફિકનું મૂળ કારણ રસ્તા ખરાબ હોવાનાકારણે સમસ્યા સર્જાતી હોવાનું કહેવાય છે.
ભરૂચની નર્મદા ચોકડી થી દહેજ તરફ જવાના માર્ગ પર માલવાહક વાહનોથીરસ્તો ધમધમતો રહે છે,જેના કારણે ટ્રાફિક સર્જાતોરહે છે,જ્યારેABC ચોકડી પર પણ બંને તરફથી આવતા વાહનોના ભારણને કારણે વાહનોનાપૈંડાથંભી જાય છે,વધુમાં નજીકમાં જ આવેલ મઢુલી ચોકડી પર પણ દહેજના ઉદ્યોગોનીખાનગી બસ સહિત સ્કૂલ વાહનોના કારણે ટ્રાફિક સર્જાતોહોવાનું કહેવાય છે. દહેજ થી પરત ભરૂચ તરફ આવતા માર્ગ પર શ્રવણ ચોકડી પાસે બ્રિજનીકામગીરીનેપરિણામે ટ્રાફિકનુંનિર્માણ થઈ રહ્યું છે. ભરૂચ શહેર વિસ્તરમાંમહમદપુરા પાસે સાંકડો બ્રિજ ટ્રાફિકનું કારણ બન્યો છે.તેમજ શહેરના મુખ્ય રસ્તાને અડીને આવેલા કોમ્પલેક્ષમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકો પોતાના વાહન માર્ગનીબાજુમાં જપાર્ક કરીને ખરીદી અર્થે જતા હોય છે,અને રાહદારીઓ માટે પણ ચાલતા જવું મુશ્કેલરૂપ બની જાય છે.
આ ઉપરાંત અંકલેશ્વર રાજપીપળા ચોકડી થી જીઆઇડીસીમાં જતો માર્ગ પણ નવો બની રહ્યો છે,તેથી ઘણા સમયથી બંધ છે જેના કારણે પ્રતિન ચોકડી તરફ વાહનોની રફ્તાર વધતા પીક અવર્સમાં ટ્રાફિકનું ભારણ વધી જાય છે.જ્યારે અંકલેશ્વરથીસુરત જતાનેશનલ હાઇવે નંબર48 ઉપર વાલિયા ચોકડી નજીક આમલાખાડી બ્રિજ કે જે ટુ લેન બ્રિજ છે,અને બ્રિજ પરનો માર્ગ ખરાબ હોવાના કારણે ટ્રાફિક સર્જાતાઅંદાજિત પાંચ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી જાય છે. અંકલેશ્વર તેમજ પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પણ આ અંગે રજૂઆત કરી છે પરંતુ હજી સુધી આ બ્રિજ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે માત્ર ખરાબ રસ્તા જ ટ્રાફિક માટે જવાબદાર હોય તેમ નથી પરંતુ વાહન ચાલકોની ઉતાવળ અને ટ્રાફિક માંથી જલ્દી નીકળવાની જલ્દબાજી પણ ટ્રાફિક સર્જી દે છે,ટ્રાફિક પોલીસ તંત્ર ટ્રાફિકનોવિકટ પ્રશ્ન ઉકેલવા માટે વરસાદ દરમિયાન પણ ખડેપગે સેવા આપતા હોય છે ત્યારે વાહન ચાલકો પણ પોલીસને સહયોગ આપે તો મહદંશે ટ્રાફિકનું નિરાકરણ ખુબ જ સરળતાથી મળી શકે છે.