અંકલેશ્વર નજીક હાઇવે પરનો બનાવ
ઓવરબ્રિજ નીચે ટ્રેલર ફસાય ગયું
વિશાળકાય મશીનરી લઈને જતું હતું ટ્રેલર
ટ્રેલર ફસાય જતા ટ્રાફિકજામની પરિસ્થિતિ
હવા કાઢી ટ્રેલરને પસાર કરાયુ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાલીયા ચોકડી ઓવરબ્રિજ નીચે એક ટ્રેલર ફસાઈ ગયું હતું.નાસિકથી એન્જિનિયરિંગ મશીનરી લઈને એક ટ્રેલર વડોદરા જઈ રહ્યો હતો ત્યારે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાલીયા ચોકડી બ્રિજની ઊંચાઈનો અંદાજ ન રહેતા ટ્રેલર બ્રિજની નીચે ફસાઈ ગયું હતું જેના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.આ અંગેની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રેલરની હવા કાઢી બ્રિજ નીચેથી પસાર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર અંકલેશ્વરની વાલીયા ચોકડી ઓવરબ્રિજ નીચે મોટી મશીનરી લઈ જતા ટ્રેલર ફસાઈ જાય છે ત્યારે વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે.