અંકલેશ્વર: અવાદર ગામની સીમમાં ખાનગી કંપનીના વર્કશોપમાંથી રૂ.44 હજારના માલમત્તાની ચોરી

તસ્કરો ખુલ્લા વર્કશોપમાં પ્રવેશ કર્યો હતો ખુલ્લામાં રહેલ લોખંડની પ્લેટો નંગ-૬૨ મળી કુલ ૪૪ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા.....

New Update
BD Buildcon Ankleshwar
અંકલેશ્વર તાલુકાના અવાદર ગામની સીમમાં બી.ડી.બિલ્ડકોન કંપનીના વર્ક શોપને તસ્કરોએ નિશાન બનાવી લોખંડની પ્લેટો મળી કુલ ૪૪ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ગત તારીખ-૨૬મી ઓક્ટોબરના રોજ અંકલેશ્વર તાલુકાના અવાદર ગામની સીમમાં બી.ડી.બિલ્ડકોન કંપનીના વર્ક શોપને તસ્કરો નિશાન બનાવ્યું હતું.તસ્કરો ખુલ્લા વર્કશોપમાં પ્રવેશ કર્યો હતો ખુલ્લામાં રહેલ લોખંડની પ્લેટો નંગ-૬૨ મળી કુલ ૪૪ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે કંપનીના ઇન્ચાર્જે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.