New Update
અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ પર આવેલ ફ્લાવર બંગલોઝમાં તબીબના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 3 લાખ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ ફ્લાવર બંગલોઝમાં રહેતા ડોકટર યોગેશ કાશીનાથ પટેલ રાજપીપળા રોડ સ્થિત રુદ્રાક્ષ હોસ્પિટલમાં તબીબ તરીકે સેવા આપી રહ્યા છે. ગત તારીખ-18મી ઓગસ્ટના રોજ તેઓ પોતાના હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરના કેસ 3 લાખ રૂપિયા બેગમાં લઈ પોતાના ઘરે આવ્યા હતા અને બેગ સોફા ઉપર મૂકી પોતાના રૂમમાં સૂઈ ગયા હતા તે દરમિયાન પાછળના ખુલ્લા દરવાજાથી અજાણ્યા ઇસમો ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલ 3 લાખ રૂપિયા ભરેલ બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories