New Update
/connect-gujarat/media/media_files/2025/08/12/national-highway-heavy-traffic-2025-08-12-16-50-24.jpg)
અંકલેશ્વર નજીક હાઇવે નંબર-48 પર ભરૂચથી સુરત જવાના ટ્રેક પર ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે ફરીએકવાર ટ્રાફિકજામની પરિસ્થિતનું નિર્માણ થયું હતું.
ભરૂચથી સુરતને જોડતા નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામનો પ્રશ્ન વધુ વિકટ બન્યો છે.વાલિયા ચોકડી પાસે સાંકડો માર્ગ અને આમલાખાડીના બિસ્માર બ્રિજને કારણે હાલમાં ટ્રાફિકજામને કારણે વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સમયાંતરે સર્જાતી ટ્રાફિકની સમસ્યા ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટરને પરેશાન કરી રહી છે.
દિલ્લી મુંબઈને જોડતા નેશનલ હાઇવે પર અંકલેશ્વર નજીક બોટલનેક અને બિસ્માર રસ્તાને કારણે વાહન વ્યવહાર થંભી જાય છે અથવા ધીમો પડે છે. સમસ્યા એ થાય છે કે કેમિકલ સહીતનું મટીરીયલ જે તે સ્થળે 24 કલાક સુધુ મોડુ પહોંચે છે જેની સીધી અથવા આડકતરી અસર વેપાર રોજગાર પર પડે છે ત્યારે તંત્ર દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ અપાવવા કોઈ નક્કર પગલા ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે.
Latest Stories