અંકલેશ્વર: વિકેન્ડમાં નેશનલ હાઇવે પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ, 3 કી.મી.સુધી ટ્રાફિકજામ

આમલાખાડીનો બ્રીજ જર્જરીત હાલતમાં છે, સાથે જ આ બ્રિજ સાંકડો હોવાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થાય છે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.

New Update
  • અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ

  • ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ

  • 2થી 3 કી.મી.સુધી ટ્રાફિકજામ

  • અનેક વાહનચાલકો અટવાયા

  • આમલાખાડી પરનો બ્રિજ સાંકડો હોવાના કારણે ટ્રાફિકજામ

Advertisment
ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાખાડીનો બ્રીજ જર્જરીત અને સાંકડો હોવાના કારણે અને સાથે જ વિકેન્ડ હોવાથી વાહનોની અવરજવર વધતા ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. ભારે ટ્રાફિકજામના પગલે વાહનચાલકો અટવાયા હતા
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ,પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી પાસે સાંજ-સવાર ટ્રાફિકજામના દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે પર વાલિયા ચોકડી નજીક આવેલ  આમલાખાડીનો બ્રીજ જર્જરીત હાલતમાં છે, સાથે જ આ બ્રિજ સાંકડો હોવાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થાય છે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
તેવામાં આજરોજ ભરૂચથી સુરત જવાના ટ્રેક ઉપર વાહનોની ૨ થી 3 કિલોમીટર લાંબી  કતાર જોવા મળી હતી.ટ્રાફિકજામના પગલે વાહન ચાલકો અટવાયા હતા. શનિ અને રવિવારની રજાઓમાં વાહનોની અવરજવર વધતા નેશનલ હાઈવે પર ટ્રાફિકનું ભારણ વધ્યું હતું જેના કારણે પણ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
Advertisment
Latest Stories