ભરૂચ : રાજપારડી નજીક માર્ગ અકસ્માતમાં એક  પરપ્રાંતિય શ્રમજીવીનું કરૂણ મોત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ર‍ાજપારડી નજીક અજાણ્યા વાહનની અડફેટે સીંગચણાની લારી ફેરવીને ગુજરાન ચલાવતા શ્રમજીવીનું કરૂણ મોત નીપજ્યું......

New Update
Accident CCTV

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ત‍ાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.ત્યારે ગત રાત્રી દરમિયાન  સારસા રાજપારડી વચ્ચે સીંગચણાની લારી ફેરવીને ગુજર‍ાન ચલાવતા એક પરપ્રાંતિય શ્રમજીવીનું મોત નીપજ્યું હતું.

મૂળ ઉત્તરપ્રદેશના રહીશ અને હાલ રાજપારડી ખાતે રહીને સીંગચણાની લારી ફેરવતો રામબરન મહારાજદીન બહેલિયા નામનો 45 વર્ષીય ઇસમ રાજપારડી નજીકના સારસા ગામે સીંગચણાની લારી લઈને ગયો હતો. ત્યારબાદ તે રાજપારડી પાછો ફરતો હતો તે દરમિયાન રાતના પોણા આઠ વાગ્યાના અરસામાં રાજપારડી માધુમતી ખ‍ાડીના પુલ નજીક કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા રામબરનને ગંભીર ઇજાઓ થતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો.

ઇજાગ્રસ્તને અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો,જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.અકસ્માતની ઘટના સંદર્ભે રાજપારડી પોલીસે અકસ્માત કરી પોત‍ાનું વાહન સ્થળ ઉપરથી લઈને નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Latest Stories