ભરૂચ : આમોદની સમા હોટલ પર સોડા લેવા ગયેલ ટ્રક ચાલકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા...

ટ્રક ચાલક કિસ્મઅલી સહેજાદઅલી શેખ ટ્રક લઈને આમોદ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમ્યાન સમા હોટલ પર ટ્રક ચાલક ટ્રકને પાર્ક કરીને સોડા લેવા માટે હોટલના કાઉંટર પાસે ગયો હતો, જ્યાં સોડા લીધા બાદ તે અચાનક નીચે ઢળી પડ્યો

New Update
  • આમોદ નજીક સમા હોટલ પર સર્જાય હ્રદયદ્રાવક ઘટના

  • સોડા લેવા ગયેલ ઉત્તરપ્રદેશના ટ્રક ચાલકનું મોત થયું

  • ટ્રક ચાલક અચાનક નીચે ઢળી પડતાં લોકો દોડી આવ્યા

  • ટ્રક ચાલકનું હાર્ટ એટેકથી મોત નિપજતા ચકચાર મચી

  • હોટલમાં સર્જાયેલી ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા 

ભરૂચ જિલ્લાના આમોદ નજીક સમા હોટલ પર સોડા લેવા ગયેલ ટ્રક ચાલકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસારમૂળ ઉત્તરપ્રદેશનો અને ટ્રક ચાલક તરીકે કામ કરતો કિસ્મઅલી સહેજાદઅલી શેખ ટ્રક લઈને ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમ્યાન આમોદ નજીક સમા હોટલ પર ટ્રક ચાલક ટ્રકને પાર્ક કરીને સોડા લેવા માટે હોટલના કાઉંટર પાસે ગયો હતોજ્યાં સોડા લીધા બાદ તે અચાનક નીચે ઢળી પડ્યો હતો.

બનાવના પગલે હોટલ પર હાજર હોટલ માલિક સહિતના લોકો દોડી આવ્યા હતાજ્યાં કિસ્મઅલી સહેજાદઅલી શેખને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં  આવ્યો હતોજ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ટ્રક ચાલકનું ગણતરીના સમયમાં જ મોત થવા અંગેની ઘટનાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા છે. જેમાં કિસ્મઅલી સહેજાદઅલી શેખ અચાનક ઢળી પડતાં તેનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

તો બીજી તરફસમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કેમિનિટો સુધી તરફડિયાં મારી મોતને ભેટેલા ટ્રક ચાલકને હોટલ પર હાજર લોકોમાંથી કોઈએ CPR આપ્યું હોત તો કદાચ તેનો જીવ બચી શકતેતેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

Latest Stories