ભરૂચ : આમોદ-દહેજ રોડ પર આછોદ ગામ નજીક ટ્રક ખાડીમાં ખાબકી, મોટી જાનહાનિ ટળી...

દહેજથી ધોલેરા તરફ જઈ રહેલી ટ્રક ઓવરલોડ હોવાથી બ્રેકમાં ખામી સર્જાય હતી. જેના કારણે ટ્રક ખાડીના બ્રિજ પરથી નીચે ખાબકી ટ્રક ચાલકને ઇજા પહોચતા સારવાર હેઠળ ખસેડાયો

New Update
  • આમોદ-દહેજ રોડ પર આછોદ ગામ નજીક અકસ્માત

  • દહેજથી ધોલેરા તરફ જઈ રહેલી ટ્રકને અકસ્માત નડ્યો

  • ટ્રક ચાલકને ઇજા પહોચતા સારવાર હેઠળ ખસેડાયો

  • અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી જતાં લોકોને રાહત

  • અકસ્માત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય 

ભરૂચ જિલ્લાના આમોદ-દહેજ રોડ પર આછોદ ગામ નજીક ટ્રકનો અકસ્માત થયો હતો. જોકેઆ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. ભરૂચ જિલ્લાના આમોદ-દહેજ રોડ પર આવેલ આછોદ પુલ પાસે સેન્ટીંગ સામાન ભરેલી એક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો.

દહેજથી ધોલેરા તરફ જઈ રહેલી ટ્રક ઓવરલોડ હોવાથી બ્રેકમાં ખામી સર્જાય હતી. જેના કારણે ટ્રક ખાડીના બ્રિજ પરથી નીચે ખાબકી હતી. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. જોકેડ્રાઈવરના પગમાં ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

Latest Stories