ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા વડોદરા ખાતે આયોજિત એથલેટિક મીટમાં ભરૂચના 2 સ્પર્ધકોનો ઉત્કૃષ્ટ દેખાવ...

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા વડોદરા ખાતે ગુજરાત ઓપન એથલેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના 2 સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 400 મીટર દોડમાં ગોલ્ડમેડલ મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે.

New Update
  • ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા આયોજન

  • વડોદરા ખાતે ગુજરાત ઓપન એથલેટિક મીટ યોજાય

  • ગુજરાતમાંથી વિવિધ સ્પર્ધામાં બાળકોએ ભાગ લીધો

  • આ સ્પર્ધામાં ભરૂચના 2 સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો

  • શિવાંશ રાજ-પ્રિશા વસાવાએ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો

Advertisment

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા વડોદરા ખાતે ગુજરાત ઓપન એથલેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના 2 સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 400 મીટર દોડમાં ગોલ્ડમેડલ મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા ગુજરાત ઓપન એથલેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સ્પર્ધામાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ભરૂચની શ્રી સ્વામિનારાયણ ગુડવિલ સ્કુલના 2 વિદ્યાર્થી શિવાંશ રાજ અને પ્રિશા વસાવાએ અનુક્રમે અંડર-9 બોયઝ અને ગર્લ્સ 400 મીટર દોડમાં એથલેટિક કોચ શક્તિ સ્પોર્ટ્સના વિઠ્ઠલ શિંદેના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. જેમાં આ બન્ને સ્પર્ધકોએ પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડમેડલ અને પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર મેળવી શાળા અને ભરૂચનું નામ રાજ્ય કક્ષાએ રોશન કરતા શાળા પરિવાર તેમજ કોચ દ્વારા તેઓના ગૌરવભર્યા દેખાવ બદલ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

 

Latest Stories