-
વાગરાના વહિયાલ ગામે મકાનની દીવાલ થઈ ધારાશાયી
-
મકાનની દીવાલ ધારાશાયી થતાં 2 વિજપોલ તૂટી પડ્યા
-
બનાવના પગલે વિજકર્મીઓ તાબડતોડ ઘટનાસ્થળે દોડ્યા
-
વિજકર્મીઓએ સમારકામ કરી વીજ પુરવઠો પૂર્વવત કરાવ્યો
-
સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી જતાં લોકોએ રાહત અનુભવી
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વહિયાલ ગામે મકાનની દીવાલ અચાનક ધારાશાયી થતાં 2 વિજપોલ તૂટી પડ્યા હતા, ત્યારે વિજકર્મીઓએ કામગીરી હાથ ધરી વીજ પુરવઠો પૂર્વવત કરાવ્યો હતો.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વહિયાલ ગામના બ્રાહ્મણ ફળીયા વિસ્તારમાં એક જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જે ઘર નજીકથી પસાર થતી વિજલાઈન ઉપર પડતા 2 વિજપોલ પણ તૂટી પડ્યા હતા. વીજપોલ સહિત વીજવાયરો પણ જમીન પર તૂટી પડ્યા હતા.
જેના કારણે પંથકમાં વીજપુરવઠો ખોરવાઈ જતા અંધારપટ છવાયો હતો. જોકે, વાગરા વીજ કચેરીના વીજ કર્મીઓએ સમારકામ હાથ ધરી વીજ પુરવઠો પૂર્વવત કરાવ્યો હતો. ઘટના સમયે રસ્તા પરથી કોઈ રાહદારી કે, વાહન પસાર થતું ન હોવાથી સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.