ભરૂચ: NH 48 પર બેફામ દોડતા ટેન્કરની ટકકરે મોપેડ સવાર 2 યુવાનોના મોત, બેદરકારી પૂર્વક હંકારાતા ટેન્કરનો વિડીયો વાયરલ

ભરૂચ નજીક નેશનલ હાઇવે પર બેફામ દોડતા ટેન્કર ચાલકે મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર 2 યુવાનોના મોત નિપજ્યા હતા. બેદરકારી પૂર્વક ટેન્કર હંકારી રહેલ ચાલકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

New Update
  • ભરૂચ નજીક નેશનલ હાઇવેનો બનાવ

  • વડદલા નજીક સર્જાયો અકસ્માત

  • ટેન્કર ચાલકે મોપેડને મારી ટક્કર

  • મોપેડ સવાર 2 યુવાનોના મોત

  • ટેન્કર ચાલકનો વિડીયો વાયરલ

ભરૂચ નજીક નેશનલ હાઇવે 48 પર થયેલા ગંભીર અકસ્માતમાં મોપેડ પર જઈ રહેલા બે યુવાનોના કરૂણ મોત નિપજ્યા છે. બેદરકારીપૂર્વક હંકારવામાં આવેલા ટેન્કરે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી.અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાન અન્ય કાર ચાલકે તેનો પીછો કરી ભયજનક રીતે ટેન્કર હંકારતો હોવાનો વિડીયો બનાવી લીધો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 
પીછો કરવામાં આવતા ટેન્કર ચાલકે  ટેન્કર રોડની બાજુમાં ઉતારી દીધું હતું.સ્થાનિકોમાં ટેન્કર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. અકસ્માતમાં મોપેડ સવાર પ્રતિક મકવાણા અને પીનેશ દલાલના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતા સી ડિવિઝન પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Latest Stories