વાગરા : ભેરસમ નજીક ટ્રેક્ટરે પલટી મારતા યુવાનનું કરુણ મોત,પરિવારજનોનું હૈયાફાટ રૂદન

ભેરસમ ગામમાં ટ્રેક્ટર પલટી ખાઈ જતા યુવાનનું દબાઈ જવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું,ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું...

New Update
  • વાગરાના ભેરસમ ગામ નજીકનો બનાવ

  • ટ્રેક્ટર પલટી જતા સર્જાયો અકસ્માત

  • ટ્રેકટર નીચે દબાઈ જતા યુવાનનું મોત

  • ક્રેઈનની મદદથી ટ્રેક્ટર હટાવાયું

  • વાગરા પોલીસે તપાસ શરૂ કરી 

Advertisment

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેરસમ ગામમાં ટ્રેક્ટર પલટી ખાઈ જતા યુવાનનું દબાઈ જવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું,ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા ભેરસમ ગામે રાઠોડ વાસમાં રહેતા મણીલાલ કેશવ રાઠોડનો પુત્ર ઈશ્વર તેમના ગામના પ્રભુ પટેલનું ટ્રેક્ટર લઈને બોદલ કેમિકલ કંપની પાસે આવેલા ખાલી પ્લોટ પર પાણીનું ટેન્કર લેવા માટે ગયો હતો. ટ્રેક્ટર સાથે ટેન્કર જોડીને તે પરત આવી રહ્યો હતો.તે સમયે કોઇ કારણસર તેનું સ્ટિયરિંગ ઉપર કાબૂ નહીં રહેતા તેનું ટ્રેક્ટર રોડની સાઇડમાં ઉતરી જતાં ટ્રેક્ટર પલટી મારી ગયું હતું.

ઈશ્વર રાઠોડ ટ્રેક્ટર પરથી ઉતરી નહીં શકતા ટ્રેક્ટર નીચે દબાઇ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા.બીજી તરફ ક્રેઇન બોલાવી ટ્રેક્ટર - ટેન્કરને બહાર કાઢી તેની નીચે દબાયેલા ઈશ્વર રાઠોડના મૃતદેહને બહાર કાઢ્યો હતો.ઘટનાને પગલે મૃતકના પરિવાજનોના હૈયાફાટ રૂદનથી શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. બનાવના પગલે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment
Latest Stories