ભરૂચ તાલુકાના વાંશી ગામે મહિલા સરપંચ અને એમના પતિ સહિતના લોકોએ દરગાહના ટ્રસ્ટી ઉપર હુમલો કર્યો હતો.ટ્રસ્ટી દ્વારા ઉર્ષ શરીફની તૈયારીઓ માટે સરપંચ ને મળવા ગયા હતા.ત્યારે તેઓએ પર આ હુમલો કરવામાં આવ્યો હતો.
જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના વાંશી ગામે આવેલ હઝરત છાંગુશા પીરની દરગાહ આવેલી છે.જેનો વાર્ષિક ઉર્ષ શરીફ હોવાથી ટ્રસ્ટી મુસ્તુફા ઈબ્રાહિમ દિવાન વાંશી ગામના મહિલા સરપંચના પતિ ઐયુબ મલેકને સંદલ શરીફ ઉજવવાનો હોય જેની અંગેની તૈયરી માટેની વાતચીત કરવા માટે મહિલા સરપંચ પાસે ગયા હતા,તે દરમિયાન સરપંચના પતિ અચાનક ઉશ્કેરાઇ જઈ ટ્રસ્ટીને અપશબ્દો બોલી તમાચા મારી દીધા હતા. ત્યાર બાદ મહિલા સરપંચને જાણ થતા સરપંચ અને એમનો દીકરો અને એમનો દિયર સહિતના ઈસમોએ ટ્રસ્ટી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
ટ્રસ્ટી મુસ્તુફા દીવાન પોતે વૃદ્ધ વ્યક્તિ છે જેમની ઉંમર 65 વર્ષ થી વધુ છે અને શુગર ડાયાબિટીસ જેવી બીમારીઓમાં સપડાયેલા છે.હુમલા બાદ ઈજાગ્રસ્ત ટ્રસ્ટીને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.ઘટના અંગે ભરૂચ તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.